પ્રધાનમંત્રી – II

આજના ભારતની કહાની Streaming Now on ABP Live App

ABP અસ્મિતાનો નવો શો પ્રધાનમંત્રી સિઝન-II ન્યૂઝ ટેલિવિઝન ઇતિહાસની પ્રથમ અને મોટી રિયાલિટી-બેઝ્ડ સિરિઝ છે.
...
લોકોના મનમાં એવી ધારણાં હોય છે કે ન્યૂઝ ચેનલ માત્ર ફટાફટ સમાચારો જ પીરસે છે, પરંતુ ABP અસ્મિતાના આ નવા શો પ્રધાનમંત્રી સિઝન-II એ તમામ ધારણાંઓને તોડી દીધી છે. આ શોએ સફળતાપૂર્વક ઈતિહાસની મહત્વની ઘટનાઓ અને પૃષ્ઠોને આધુનિક સુસંગતતા સાથે જીવંત બનાવી છે.

પ્રધાનમંત્રી સિઝન-II એ એવા વિચારોને રજૂ કરે છે કે જે ભારતને દુનિયાના શ્રેષ્ઠ દેશોના સંગઠનમાં મળવાપાત્ર સ્થાન અપાવશે. આ સિરિઝની ખાસિયત એ છે કે તેના માટે ખૂબ જ ઝીણવટભર્યું સંશોધન કરાયું છે. ઉપરાંત દુર્લભ દસ્તાવેજોના સંગ્રહ અને ફુટેજની મદદથી તેને વિશિષ્ઠ બનાવવામાં આવી છે. સેટ ડિઝાઈન, સિનેમેટોગ્રાફી અને નાટ્ય રૂપાંતરનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા સિવાય આ સિરિઝનું નિર્માણ કરાયું છે. આત્મસાત કરી લે તેવા પુરાવાની મદદથી તૈયાર કરવામાં આવેલી એક આંતરરાષ્ટ્રીય કક્ષાની આ સિરિઝ દર અઠવાડિયે પ્રસારિત કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી સિઝન-IIને પ્રખ્યાત ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા કિરણ કુમારે પ્રસ્તુત કરી છે. જેમણે અનેક ગુજરાતી અને હિંદી ફિલ્મો તેમજ ટીવી સિરિયલ્સમાં પોતાના અભિનયનો ઉજાસ પાથર્યો છે. એક સમયે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ગજવી નાખનાર અભિનેતા કિરણ કુમારે પહેલીવાર ABP અસ્મિતાના પ્રધાનમંત્રી સિઝન-II દ્વારા ન્યૂઝ ચેનલના પડદે એન્ટ્રી કરી છે. ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન તરીકે ઓળખાતા કિરણ કુમારે તેજાબ, ખુદા ગવાહ, ધડકન જેવી અનેક ફિલ્મોમાં યાદગાર ભૂમિકા ભજવી છે. આ સિરિઝના કથાકાર તરીકે પોતાની આગવી છટાથી પ્રધાનમંત્રી સિઝન-IIને તેમણે અસરકારક રીતે પ્રેક્ષકો સમક્ષ રજૂ કરી છે.

Season 2

"પ્રધાનમંત્રી સિઝન-II એ એવા વિચારોને રજૂ કરે છે કે જે ભારતને દુનિયાના શ્રેષ્ઠ દેશોના સંગઠનમાં મળવાપાત્ર સ્થાન અપાવશે.

Season 1

"પ્રધાનમંત્રી સિઝન-I" માં સ્વતંત્ર ભારતના ભાગ્યને આકાર આપતી કેટલીક મહત્ત્વપૂર્ણ ઘટનાઓ અને વિકાસને દર્શાવવામાં આવ્યા છે. ભારતના સમકાલીન ઈતિહાસમાંથી કેટલાક મહત્ત્વપૂર્ણ પૃષ્ઠો જેવા કે તમામ રજવાડાઓનું એકીકરણ, બેંકોનું રાષ્ટ્રીયકરણ, ભારતમાં કટોકટીની ઘોષણા- આર્કાઈવ્સના દુર્લભ ફુટેજ સાથે ફરીથી બનાવવામાં આવ્યા છે.